સુરેન્દ્રનગર જિલ્લામાં લોકડાઉનની અસર જોવા મળી - impact of lockdown was also seen in Surendranagar district
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગરઃ સમગ્ર વિશ્વ બાદ ભારત અને ગુજરાતમાં પણ કોરોના વાઈરસે કહેર મચાવ્યો છે. ત્યારે રાજ્ય સરકારે 144ની કલમ બાદ સમગ્ર રાજ્યમાં આજથી તારીખ 31 માર્ચ સુધી લોકડાઉન જાહેર કર્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ લોકડાઉનની અસર જોવા મળી હતી. વહેલી સવારથી જ શહેરની તમામ બજારો બંધ કરાયા હતા. વેપારીઓ અને દુકાનદારોએ સ્વયંભૂ બંધ રાખી લોકડાઉનનો અમલ કર્યો હતો. જયારે લોકો માત્ર શાકભાજી સહિતની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખરીદી કરતા પણ જોવા મળ્યા હતા. જિલ્લામાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ થાય તે માટે શહેરના મુખ્ય માર્ગો પર પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યુ હતું અને બિનજરૂરી બહાર ફરતા વાહનચાલકો તેમજ લોકોને અટકાવી ઘેર પરત મોકલ્યા હતા.