પોતાના જીવ સમાન 25 લાખની બોટ મુકવા રાજી નહોતો માછીમાર : જૂઓ મધદરીએ LIVE દિલધડક રેસ્ક્યુ ઓપરેશન
🎬 Watch Now: Feature Video
ગીર સોમનાથઃ તૌકતે વાવાઝોડાએ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં કહેર વર્તાવ્યો છે ત્યારે સમુદ્રમાં પણ અનેક માછીમારોની બોટનું નુકસાન કર્યું છે ત્યારે કોસ્ટ ગાર્ડ દ્વારા વેરાવળની બોટ માંથી 8 જેટલા માછીમારો સમુદ્રની મધ્યમાં ફસાયા હતા જેમાંથી પાંચનું દિલધડક રેસ્કયુ કરી બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ રેસ્ક્યુ દરમિયાન માછીમારો ધર્મસંકટમાં મુકાયા હતા અને રોજીરોટી સમાન બોટને મુકવા માછીમારનો જીવ નહોતો ચાલતો. રોજીરોટી સમાન બોટ ને બચાવવવી કે જીવ : સમુદ્ર માં સંકટ માં મુકાયા માછીમારો. ગુજરાત સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવાઝોડાએ કહેર વર્તાવી છે અને ગઈકાલ રાત્રે સમુદ્રમાં વેરાવળની એક બોટમાંથી આઠ જેટલા માછીમારો ફસાયા હતા જેમાં પોરબંદર કોસ્ટગાર્ડના જવાનોએ રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા અને તેઓને તાત્કાલીક સારવાર માટે લાવવામાં આવ્યા હતા એમ્બ્યુલન્સ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અત્યારે હાલ પાંચ માછીમારોનું રેસ્ક્યુ થઇ ગયું છે અને ત્રણ માછીમારોનું રેસ્ક્યુ ચાલી રહ્યું છે.
Last Updated : May 18, 2021, 3:43 PM IST