વાંકાનેરમાં હોમિયોપેથીક ડીગ્રીનો ડોક્ટર એલોપેથીક દવાઓ આપતો ઝડપાયો - એલોપેથીક
🎬 Watch Now: Feature Video
મોરબી : વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેરના ઢુવા માટેલ રોડ પર અમરધામ મંદિર પાસે દીપ કલીનીકમાં ડૉ. હર્ષદ લાલજીભાઈ કાલરીયા ડીગ્રી વગર સારવાર કરતો હોય તેવી માહિતી મળતા પોલીસે દરોડો પાડીને ચેકિંગ કરતા આરોપી ડોક્ટર હોમિયોપેથીક ડીગ્રી ધરાવતો હતો અને ગેરકાયદેસર રીતે પોતાના કલીનીકમાં એલોપેથીક દવાઓનો જથ્થો રાખીને દર્દીઓની સારવાર કરી આરોગ્ય સાથે ચેડા કરતો જણાઈ આવતા પોલીસે આરોપીને ઝડપી લઈને ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ ૧૯૬૩ની કલમ ૩૦, ૩૩ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.