ICAI અમદાવાદના નવા હોદ્દેદારોની નિમણૂંક કરાઇ - ICAIના નવા હોદ્દેદારો
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ ICAIની અમદાવાદ શાખાના ચૂંટાયેલા ઓફિસર અને નવા હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ફેનિલ શાહની ICAIના ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેમણે ICAIને એક નવા સ્તર પર લઈ જવાનો નિર્ધાર કર્યો છે. વિદ્યાર્થી અને સમાજ માટે વધુ ઉપયોગી નીવડે તે દિશામાં સક્રિય કામગીરી કરવાનો સંકલ્પ પણ તેમણે કર્યો હતો. આ સાથે જ મહિલાઓ માટે વર્ક ફ્રોમ હોમની પણ સુવિધા પૂરી પાડવામાં આવશે. અમદાવાદ શાખાના વર્ષ 2020ના હોદ્દેદારો કરતા CAની પ્રેક્ટિસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. આ ઉપરાંત માણસોને સૌથી યાદગાર બનાવવા માટે તેઓ મેનેજીંગ કમિટીના સભ્યોને સાથે રાખીને આગળ વધશે.