નડિયાદમાં ચપ્પુના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી હત્યારો પતિ ફરાર - latest crime news of nadiad
🎬 Watch Now: Feature Video
ખેડાઃ નડિયાદના મિશન રોડ રામ તલાવડી ગુરૂદ્વારા પાસે આવેલા પેરેડાઇઝ ઓરાના 304માં રહેતા મૂળ બિહારના જ્ઞાનીદેવી નામની મહિલાની તેના પતિ દ્વારા હત્યા કરવામાં આવી હતી. જ્ઞાનીદેવીની તેમના જ પતિએ ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા નડિયાદ પશ્ચિમ પોલીસ સહિત જીલ્લા ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હત્યારા પતિ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા સહિતની વધુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.