ગુજરાત પોલીસના સાયબર આશ્વત અને વિશ્વાસ પ્રોજેક્ટનું ગૃહપ્રધાન અમિત શાહે લોકાર્પણ કર્યું - કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે
🎬 Watch Now: Feature Video

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ શનિવારે ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુજરાત પોલીસના મહત્વનો પ્રોજેક્ટ એવો વિશ્વાસ અને સાયબર આશ્વત પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. ગુજરાત પોલીસની કામગીરી વધુ ઝડપી અને ગુનાખોરી ઓછી થાય તેને ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર દ્વારા આ મહત્વનો પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાતના તમામ આઇપીએસ અધિકારીઓ હાજર રહ્યાં હતા.. 12 કલાકે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું.. 2 કલાકે CM હાઉસ સીએમ ડેસ્કઃબોર્ડનું અમિત શાહ નિરીક્ષણ કરશે. બપોરે 3 કલાકે મહાત્મા મંદિર ખાતે જીટીયુંના 9માં પદવી સમારોહમાં અમિત શાહ હાજરી આપશે. ગૃહપ્રધાન સાંજે 6.30 કલાકે નારણપુરા વિધાનસભામાં ચેરમેન અને સેક્રેટરી સાથે સ્નેહ મિલનમાં હાજરી આપશે.
Last Updated : Jan 11, 2020, 1:09 PM IST