ભરૂચ નજીક હાઈવે પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ - ટ્રાફિક જામ
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ વરસાદની શરૂઆત સાથે જ માર્ગોના ધોવાણની શરૂઆત થઈ ગઈ છે. ભરુચ નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 પર નર્મદા નદી પર આવેલ સરદાર બ્રિજ પર માર્ગ અત્યંત ઉબડ ખાબડ બન્યો છે અને તેના કારણે વાહનોની ગતિ ધીમી પડી છે. આજે સવારથી જ વાહનો ધીમી ગતિએ ચાલતા હોવાથી હાઇવે ઉપર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. નેશનલ હાઇવે ઉપર વાહનોની 2 કિમી લાંબી લાઈનો લાગી હતી. જો કે હાઇવે ટ્રાફિક પોલીસ તથા ટ્રાફિક બ્રિગેડ દ્વારા ટ્રાફિક હળવો થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે આ રસ્તાનું તાકીદે સમારકામ થાય તેવી માગ ઉઠી રહી છે.