માંગરોળનો દરિયો ગાંડોતૂર બન્યો, 10 ફુટ મોજા ઉછળ્યાં, જુઓ દ્રશ્યો - Mangrolnews
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: માંગરોળ પંથકમાં ગઈ કાલથી વરસાદી વાતાવરણ છવાતાં દરિયો ગાંડોતૂર થયો હતો. માંગરોળ દરિયા નજીકની ચોપાટીમાં દરિયાઇ પાણી ફરી વળ્યા હતાં. વરસાદી વાતાવરણ અને તોફાની પવનથી દરીયામાં કરંટ જોવા મળ્યો હતો. માંગરોળ તેમજ આસપાસના પંથકમાં છેલ્લા 24 કલાકથી વરસાદી વાતાવરણ છવાયું છે. આજે દરિયાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા 10 ફુટ જેટલાં મોજા ઉછળ્યાં હતાં. જેથી લોકોને દરિયાકિનારે ન જવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી હતી.