રાજકોટઃ ગોંડલમાં ધોધમાર વરસાદ, સમગ્ર શહેર જળબંબાકાર - રાજકોટમાં વરસાદના સમાચાર
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જિલ્લાના સમગ્ર તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. ગોંડલમાં 24 કલાકમાં 9થી 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગોંડલના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. તંત્ર દ્વારા ગોંડલ શહેરને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ગોંડલના વિક્રમસિંહજી રોડ, નાની બજાર, જેતપુર રોડ સહિતના વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાઇ ગયા છે.