પાટણમાં વરસાદથી સોસાયટીના રહીશોમા ચિંતા, પાણીના નિકાલનું આગોતરુ આયોજન કરવા માગ - Gujarat
🎬 Watch Now: Feature Video
પાટણ: છેલ્લા 24 કલાકથી વરસાદી માહોલ જામ્યો છે. અવિરત વરસી રહેલા વરસાદને કારણે શહેરનું આનંદ સરોવર પણ ભરાઈ ગયું છે. જોકે વરસાદને કારણે તળાવમાં પાણીનો વધારો થતાં આસપાસની સોસાયટીઓના રહીશોની ચિંતા વધી છે. સરોવરના પાણીના નિકાલ માટે આગોતરું આયોજન નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માગ સ્થાનિકો કરી રહ્યા છે. તેમજ આગામી સમયમાં ભારે વરસાદ થાય તો આ વિસ્તારમાં વિકટ પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી ચિંતા લોકોમાં ઉભી થઇ છે.