રાજકોટ: ઉપલેટાના મોટી પાનેલીમાં ધોધમાર વરસાદ, જુનવાણી દુકાનની છત ધરાશાયી - latest news of upleta
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8775658-thumbnail-3x2-upleta.jpg)
રાજકોટ: જિલ્લાના ઉપલેટા તાલુકાની મોટી પાનેલી ગામમાં ધોધમાર વરસાદ વરસતા મોટી પાનેલી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તરો જેવા કે, ખારચીયા, માંડાસણ, હરિયાસણ સહિતના ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા માર્ગો પર પાણી વહેતા થયા હતા. મોટી પાનેલી ગામે ભારે વરસાદને લઈને મેઈન બજાર લીમડા ચોકમાં આવેલી શાકભાજીની જુનવાણી દુકાનની છત ધરાશાયી થઈ હતી. સદનસીબે કોઈ નહીં જાનહાની થઈ ન હતી.