પાટણની રાણીની વાવમાં વરસાદથી આહલાદક વાતાવરણ સર્જાયું - ગુજરાતમાં વરસાદ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8525992-thumbnail-3x2-rain.jpg)
પાટણ: વર્લ્ડ હેરિટેજ રાણીની વાવમાં ભારે વરસાદના કારણે નવા નીર આવ્યાં છે. જેથી બાગ બગીચામાં હરિયાળી ખીલી ઉઠતા આલ્હાદક વાતાવરણ સર્જાયું છે. પાટણ શહેરમાં સતત પડી રહેલા ભારે વરસાદના પગલે ઐતિહાસિક રાણીની વાવમાં પાણીની આવક શરૂ થતાં પાણીની સપાટી વધી છે. સાત માળની આ વાવમાં બે વર્ષ અગાઉ ભારે વરસાદને કારણે બે માળ સુધી પાણી આવ્યું હતું. ચાલુ વર્ષે ભારે વરસાદને કારણે વાવના કૂવામાં પાણી ઉપર આવ્યું છે.