રાજકોટમાં મેહુલીયો મહેરબાન, સાંજે 6 વાગ્યા સુધીમાં 211 MM વરસાદ નોંધાયો - heavy rain fall
🎬 Watch Now: Feature Video
રાજકોટ: હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં પાંચ દિવસની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે, રાજકોટ સહિત રાજકોટ પંથકમાં આવતીકાલ સવારથી જ ધીમીધારે વરસાદ શરુ થયો હતો. બપોર બાદ રાજકોટ પંથકમા ઉપલેટા, કોટડાસાંગાણી, ગોંડલ, જસદણ, જામકંડોરણા, ધોરાજી, પડધરી, લોધીકા, વિંછિયા સહીતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. રાજકોટમાં ભારે વરસાદના પગલે NDRF અને SDRFની ટિમ તૈનાત કરવામાં આવી છે. અને વધુ એક SDRFની ટિમ ગોંડલ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પવનના સાથે ધોધમાર વરસાદ વરસતા કોટડાસાંગાણી સહીત આસપાસના ગામોમા વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ધોધમાર વરસાદથી ખેડૂતોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે રાજકોટ જિલ્લાનો સાંજે 6 વાગ્યા સુધીનો 211 MM વરસાદ નોંધાયો હતો.