દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ, કુબેર વિસોત્રી ગામના ગ્રામજનો જીવના જોખમે થઇ રહ્યા છે પસાર - ભારે વરસાદને લઇ ગામડાઓમાં પાણી ભરાયા
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકાઃ જિલ્લામાં આવેલા કુબેર વિસોત્રી ગામે ભારે વરસાદથી ખેડૂતોને હાલાકી પડી રહી છે. જામખંભાળિયા તાલુકાનું કુબેર વિસોત્રી ગામે પુલ અને કોઝવે પર પાણીના ધસમસતા પ્રવહ વચ્ચે લોકો અવર જવર કરવા મજબૂર બન્યા છે. ઘણા સમયથી વરસાદી સમસ્યાને લઇ ગામના લોકોએ ફરિયાદ પણ કરી છે પણ સ્થાનિક અધિકારીઓ તપાસ કરવા માટે આવ્યા નથી. સ્થાનિકોએ રજૂઆત કર્યા બાદ પણ જિલ્લા કલેક્ટર, મામલતદાર અથવા ચૂંટણી સમયે મતની માગ કરવા આવતા ધારાસભ્ય કે સાંસદ અહી મુલાકાત સુદ્ધા માટે પણ ફરક્યા નથી.