અમદાવાદ: શહેરમાં પાણી કાપ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના અનેક વિસ્તારમાં સાંજ સુધી પાણી કાપ રહેશે. અમદાવાદના કોતરપુર વોટર ડિસ્ટ્રીબ્યુશન લાઈનમાં લીકેજ રીપેરીંગના કામ લઈને પાણી બંધ રહેશે. અમદાવાદના ઉત્તર-પશ્ચિમ ઝોન, મધ્ય ઝોનમાં પાણી કાપ રહેશે. જેથી વિસ્તારમાં રહેતા લોકોને પાણી નહીં મળે.
લાઈન લીકેજ હોવાથી પાણી નહી મળે: કોતરપુર વોટર ડિસ્ટ્રીબ્યુશન લાઈનમાં લીકેજ હોવાના લીધે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણી કાપ દૂર કરવા મોટર લાઈન બંધ કરવામાં આવશે. પશ્ચિમ, ઉત્તર મધ્ય ઝોનમાં પાણી નહી મળે. મળતી માહિતી મુજબ 5 ફેબ્રુઆરીથી પાણીનો જથ્થો રાબેતા મુજબ મળશે. જ્યાં સુધીં પાણી નહીં મળે ત્યાં સુધી અમદાવાદના રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
લાઈન રીપેરિંગની કામગીરી કરાશે: અમદાવાદ શહેરમાં પાણી કાપની સર્જાવવાનું મુખ્ય કારણ મેઈન લાઈનમાં લીકેજ રીપેરિંગની કામગીરી છે. ત્યારે કોતરપુર વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં લાઈન મેન્ટેઈનન્સ રીપેરિંગની કામગીરી ચાલી રહી હોવાથી પાણીનો કાપ મુકવામાં આવ્યો છે. અમદાવાદના મોટેરા, ચાંદખેડા, રાણીપ અને હાંસોલ વિસ્તારના લોકોને પાણી નહી મળે.
આ પણ વાંચો: