ડાંગ જિલ્લામાં ભારે પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી - rain Fall
🎬 Watch Now: Feature Video
ડાંગ: જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાનું આગમન થયું છે. સાપુતારા સહિત સાપુતારા નજીક આવેલા શામગહાનના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે. જો કે આ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી હતી. જે સાચી પડી છે. ડાંગના સાપુતારા સિવાયના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. રવિવારે સાપુતારા સિવાયના અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેતાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. તો આ સાથે જ જિલ્લાના સુબીર, વઘઇ અને આહવા તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે. સોમવારની બપોર પછી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીની સાથે રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંતે વ્યક્ત કરી હતી.