અંબાજીમાં ધોધમાર વરસાદ, માનસરોવર છલકાયું - મુખ્ય બજારોમાં નદી જેવા દ્રશ્યો
🎬 Watch Now: Feature Video
અંબાજી: અંબાજી, દાંતા અને હડાદ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ત્રણ દિવસના વિરામ બાદ ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અંબાજીમાં પડેલા ભારે વરસાદથી માનસરોવરમાં નવા નીર આવ્યા છે. 90 ફૂટ ઉંડા માનસરોવરની સપાટી 88 ફૂટે પહોંચી છે. માનરોવરમાં પાણીની સપાટી ભયજનક થતાં સરોવરને સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. ધોધમાર વરસાદને લીધે અંબાજી મંદિરનો ચાચર ચોક સહિત મુખ્ય બજારોમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા હતાં. પાણીના પ્રવાહમાં બાઈક અને લારી તણાવાના દ્રશ્યો પણ જોવા મળ્યાં હતાં. અંબાજીમાં એક કલાકમાં આશરે દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.