પોરબંદરના અસમાવતી રિવરફ્રન્ટ વિસ્તારમાં ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ - latest gujarat news
🎬 Watch Now: Feature Video
પોરબંદર: સ્વચ્છતાના પ્રણેતા ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદરમાં સરકાર દ્વારા સૌરાષ્ટ્રનો પ્રથમ અસમાવતી રિવરફ્રન્ટ 40 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને વિવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે તેમજ અનેક લોકો પણ આ સ્થળની મુલાકાત લઈ રહ્યા છે, પરંતુ અસમાવતી રિવરફ્રન્ટ પાછળના વિસ્તારમાં વરસાદનું પાણી ભરાઈ જવાના કારણે ગંદકી જોવા મળી રહી છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ થતા અહીં રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકો દ્વારા સફાઈ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા માત્ર રિવરફ્રન્ટ પર દવાનો છંટકાવ કરી સંતોષ માનવામાં આવ્યો હતો. આ બાબતે છાયા નગરપાલિકા ઉપપ્રમુખ જીવાભાઈ ભૂતિયાએ આવનાર સમયમાં અહીં રહેતા લોકોને અન્યત્ર જગ્યા ફાળવવામાં આવશે અને ત્યાં સ્થળાંતર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.