પંજાબ : લુધિયાણા પશ્ચિમ જિલ્લાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરપ્રીત ગોગીનું ગઈકાલે રાત્રે તેમના ઘરમાં શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગતાં મૃત્યુ થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ધારાસભ્ય ગોગીને માથામાં ગોળી વાગી હતી. ગોળી વાગ્યા બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા.
AAP ધારાસભ્ય ગુરપ્રીત ગોગીનું મોત: મળતી માહિતી મુજબ આ ઘટના મધ્યરાત્રિની આસપાસ બની હતી. DMC હોસ્પિટલ પહોંચતા જ ધારાસભ્યને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) જસકરણસિંહ તેજાએ કહ્યું કે, ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
#WATCH | Ludhiana, Punjab: DCP Jaskaran Singh Teja says, " he (gurpreet gogi) was declared brought dead at the hospital...incident happened around 12 am...post mortem will be done to know the exact cause of death..." https://t.co/sZEFYD9bdc pic.twitter.com/53snOwUiyy
— ANI (@ANI) January 10, 2025
કોણ છે ગુરપ્રીત ગોગી ? ધારાસભ્ય ગુરપ્રીત ગોગી 2022 માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. લુધિયાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસના બે વખત ભૂતપૂર્વ ધારાસભ્ય ભારત ભૂષણ આશુને તેઓએ હરાવ્યા હતા.