અંકલેશ્વરના શાંતિનગર નજીક હીટ એન્ડ રનની ઘટના - અંકલેશ્વરમાં હીટ એન્ડ રનની ઘટના
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ અંકલેશ્વરના શાંતિનગર નજીક હીટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં ટેન્કરની અડફેટમાં આવતાં સાઈકલ સવાર બે શ્રમજીવીઓનાં કમકમાટી ભર્યા મોત થયા હતા. ટેન્કર ચાલકને લોકોએ ઝડપી પોલીસને હવાલે કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે, રાજપીપળા રોડ પર શાંતિનગર 2માં રહેતા 18 વર્ષીય રાહુલ સિંગ રામસિંગ તથા 20 વર્ષીય સુરેશસિંગ રૂપલાલસિંગ કંપનીમાં ફરજ બજાવી ઘરે પરત જઈ રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત સર્જાઓ હતો. હાલ, આ બનાવ સંદર્ભે જીઆઇડીસી પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને શ્રમજીવીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી છે.