ગોંડલમાં હેલ્થ સ્ક્રીનિંગની કામગીરી શરૂ કરવામાં આવી
🎬 Watch Now: Feature Video
રાજકોટ: ગોંડલમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. ગોંડલ શહેર અને ગ્રામ્યમાં મળીને કોરોનાના 360થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ ગોંડલ નગરપાલિકા વિસ્તારમાં સતત 5 દિવસ સુધી તમામ લોકોનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવશે. જે અંતર્ગત સોમવારથી ગોંડલ નગરપાલિકાના 11 વોર્ડમાં 55 ટીમો સાથે ડ્રાઇવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વરા 10 હજાર કરતાં વધુ ઘરે જઈને 1,20,000 કરતાં વધુ લોકોનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવશે. હેલ્થ સક્રીનિંગ કરવા સમયે રાજકોટ જિલ્લા DDO અનિલ રાણાવસીયાએ પણ ગોંડલની મુલાકાત લીધી હતી.