મોરબી: હળવદના કડીયાણા ગામ નજીક રેતીની ચોરી કરતા ત્રણ ડમ્પર ઝડપાયા - મોરબી સમાચાર
🎬 Watch Now: Feature Video
મોરબી: જિલ્લાના હળવદ તાલુકામાં રેતી ચોરીની અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા સમયાંતર કાર્યવાહી કરવામાં આવે છે. મોરબી ખાણ ખનીજ વિભાગે હળવદ પંથકમાં દરોડા પાડ્યા હતા. જેમાં હળવદ મોરબી રોડ પર આવેલ કડિયાણા ગામ નજીક ત્રણ ડમ્પરને રેતીના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. હળવદ પંથકમાં ખાણ ખનીજ વિભાગના દરોડાના પગલે રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ખાણ ખનીજ વિભાગે અંદાજીત 50 લાખનો મુદામાલ જપ્ત કરી હળવદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.