ગુણ ગ્રહણ કરવા માટે ગુરુ જરૂરી છે: છોટુનાથ બાપુ - chhotunath bapu
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ ગોરખનાથ 11મી થી 12મી સદીમાં થઈ ગયેલા હિન્દુનાથ યોગી હતા. તેઓ મત્સ્યેન્દ્રનાથના પટ્ટ શિષ્ય હતા. તેમની આધ્યાત્મિક વંશાવલી વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. મત્સ્યેન્દ્રનાથના બે મહત્વના પંથમાં એક શૈવ પંથ સાથે તેઓ સંકળાયેલા હતા. બીજો પંથ ચૌરંગી છે. આદિનાથ અને મત્સ્યેન્દ્રનાથ તેમના પૂર્વના ગુરુઓ મનાય છે. એક વિચાર આદિનાથ અને તેમની વચ્ચે પાંચ એમ અન્ય છ ગુરુઓની પરંપરામાં માને છે. પણ હાલના પ્રચલિત વિચાર પ્રમાણે આદિનાથની ઓળખ ભગવાન શિવ તરીકે અને તેમને સીધા મત્સ્યેન્દ્રનાથના ગુરુ તથા મત્સ્યેન્દ્રનાથને ગોરખનાથના ગુરુ તરીકે મનાય છે નાથ સંપ્રદાયનો ગોરખનાથના સમયમાં ખૂબ જ વિકાસ વિસ્તાર થયેલો છે. ભારતની ઘણી ગુફાઓ ઘણા મંદિરો તેમના નામે છે. કહેવાય છે કે, ગોરખનાથ ધ્યાન સાધના કરતા હતા, ત્યારે ભગવાન નિત્યાનંદના કહેવા પ્રમાણે ગણેશપુરી મહારાષ્ટ્રથી એક કિલોમીટર દૂર આવેલા વજેશ્વરી મંદિર પાસેનું નાથ મંદિર ગોરખનાથનું સમાધિ સ્થળ છે. પોરબંદર નજીકના ઓડદર ગામે આવેલ ગોરખનાથ મંદિરે ગોરખનાથે કલ્પવૃક્ષની નીચે વર્ષો પહેલા તપસ્યા કરી હતી જે આજે પણ હયાત છે. પોરબંદર નજીક ઓડદર ગામે આવેલ ગોરખનાથ મંદિર પણ અતિ પ્રાચીન મંદિર છે. જ્યાં ગોરખનાથની પ્રાચીન પ્રતિમા આવેલી છે. આ ગોરખનાથ આશ્રમના મહંત છોટુ નાથ બાપુના જણાવ્યા અનુસાર વર્ષો પહેલા ગોરખનાથજીએ અહીં આવી કલ્પવૃક્ષ નીચે તપસ્યા કરેલી જે ઓડેદરા પરિવારનું ગુરુ સ્થાન છે