ડીસાના ગુલબાણી નગર વિસ્તારમાં વિદ્યુત પાવરમાં વધારો થતાં લોકોને લાખોનું નુકસાન - ગુલબાણી નગર
🎬 Watch Now: Feature Video

બનાસકાંઠા: ડીસા શહેરના ગુલબાણીનગર વિસ્તારમાં સોમવારે સાંજના સમયે અચાનક ડીપીમાં પાવર વધી ગયો હતો. જેને કારણે, આ વિસ્તારના ઘરમાં ફ્રીઝ, લાઈટ, ટીવી, પંખા તેમજ પાણીની મોટરો બળીને ખાખ થઈ હતી. અચાનક વધી ગયેલા વિદ્યુત પાવરના કારણે આ વિસ્તારના લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. જેથી લોકોની માગ છે કે તેમને વળતર ચુકવવામાં આવે.