એઇમ્સ ડાયરેકટરના ઈન્જેકશનના બિનજરૂરી ઉપયોગ પર IMAના પ્રમુખે ETVBharat ને આપી પ્રતિક્રિયા
🎬 Watch Now: Feature Video
સુરત : સતત વધી રહેલા કોરોના કેસો અંગે ગુજરાત ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના ગુજરાત પ્રમુખ ચંદ્રેશ ઝરદોશ ETVBharat ને જણાવ્યું હતું કે, હાલ સ્થિતિ ચિંતાજનક છે. કેન્દ્રની ટીમ સાથે બેઠકમાં ત્રણ મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવી છે. પ્રથમ રજૂઆત હાલ ટોસીલીઝુમાબ અને રેમડીસીવીર ઇન્જેક્શનની અછત વર્તાઈ રહી છે. તેમજ કોરોના ટેસ્ટ વધારવામાં આવે જેથી કેસોના સંક્રમણને પણ અટકાવી શકાય. આ સાથે અન્ય એક મુદ્દો રોગચાળાને કઈ રીતે કાબુ કરી શકાય. એઇમ્સના ડાયરેકટરે જણાવ્યું હતું કે, ઈન્જેકશનનો બિનજરૂરી ઉપયોગ થાય છે. જે અંગે પણ ગુજરાત IMA ના ગુજરાત પ્રમુખે ETVBharat ને પ્રતિક્રિયા આપી હતી.