ગોધરા ખાતે પોષણ કાર્યકમનો કરાયો પ્રારંભ - પોષણ અભિયાન
🎬 Watch Now: Feature Video
પંચમહાલઃ સમગ્ર રાજ્યમાં તમામ બાળકો સુપોષિત બને અને માતા તંદુરસ્ત બને તે માટે સરકાર દ્વારા ગુજરાત પોષણ અભિયાન 2020-22નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકાની કાંસૂડી પ્રાથમિક શાળા ખાતેથી સર્વ શિક્ષા અભિયાન સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર પી. ભારતીની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના પોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં પોષણ અંગે શિક્ષણ પૂરૂ પાડતી બે ફિલ્મોનું નિદર્શન કરવામાં આવ્યું હતું અને હરિફાઈના વિજેતાઓને ઈનામ આપવામાં આવ્યું હતું, આ ઉપરાંત પાલક માતા-પિતાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. પોષણ અભિયાન અંતર્ગત જિલ્લાની 58,888 કિશોરીઓ, 16,218 ધાત્રીમાતાઓ અને 12,962 સગર્ભા માતાઓ પર વિશેષ ધ્યાન આપીને તેમને સુપોષિત કરવામાં આવશે તેમજ પંચમહાલ જિલ્લાની કુલ 2000 આંગણવાડીઓ આ પોષણ અભિયાનમાં સહભાગી બનશે.