ધોરાજી: કમોસમી વરસાદથી નુકસાન, ખેડૂતોની લીલો દુકાળ જાહેર કરવાની માગ - કમૌસમી વરસાદ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જિલ્લામાં શુક્રવારે સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ પડ્યો હતો. ગુરૂવારેગોંડલ, જસદણ પંથકમાં પડેલા કમોસમી વરસાદ બાદ ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ પવન અને કરા સાથે વરસાદ પડતાં ખેડૂતોની હાલત કફોડી બની હતી. ધોરાજી શહેરમાં અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે ઓચિંતા હવામાનમાં પલ્ટાની સાથે ધોધમાર વરસાદ પડતા માર્ગો પાણી પાણી થયા હતા. ધોરાજીના છત્રાસામાં કરા સાથે વરસાદ પડ્યો હતો. ધોરાજી પંથકમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. ધોરાજી પંથકમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના કપાસ મગફળીના તથા તમામ પાકમાં વ્યાપક નુકસાનની સાથે મોઢે આવેલ કોળીયો ઝુંટવાઈ જતાં ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે તથા ધોરાજી પંથકમાં બે થી અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. ખેતરોમાં પાણી ભરાયા હતા. ખેડૂતોને સો ટકા પાક નિષ્ફળ ગયો છે. રાજ્ય સરકારે 700 કરોડોની રાહત કરીએ ઓછી છે. સરકારે ધરતીપુત્રોને નુકસાનના વળતર તાત્કાલિક આપે અને હવે સો ટકા લીલો દુકાળ જાહેર કરવો જોઈએ તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવેલ હતી.