કોંગ્રેસ વિસ્તારમાં મત ગણતરી પૂર્ણ, ભાજપ પ્રભાવિત વિસ્તારની મત ગણતરી બાદ પરિણામો થશે સાફ - કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોર
🎬 Watch Now: Feature Video
ગાંધીનગરઃ રાજ્યમાં 6 વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. જેમાં મહેસાણાના ખેરાલુ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અજમલ ઠાકોરની 25 હજારથી વધુ મતથી જીત થતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ખેરાલુના મતદારોનો આભાર માન્યો હતો. જ્યારે અન્ય બેઠક પર કોંગ્રેસ લીડ લઇ રહ્યું છે. આ મુદ્દે નીતિન પટેલે જણાવ્યું હતું કે, જે જગ્યાઓ પર કોંગ્રેસનું પ્રભુત્વ છે, ત્યાં તેમને લીડ મળી રહી હતી, પરંતુ હવે જે રાઉન્ડ મતગણતરી બાકી છે ત્યાં ભાજપનો પ્રભુત્વ છે તેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. તેથી કોંગ્રેસની લીડને કાપીને ભાજપનો વિજય થશે.
Last Updated : Oct 24, 2019, 3:02 PM IST