ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતોને પડી રહી છે અનેક મુશ્કેલીઓ - ખેડૂતોને પડી રહી છે અનેક મુશ્કેલીઓ
🎬 Watch Now: Feature Video
ગીરસોમનાથ: જિલ્લાના મુખ્યમથક વેરાવળ નજીક આવેલા કાજલી માર્કેટિંગ યાર્ડની પાસેથી જ નદી વહે છે અને સાથે જ તે દરિયાની પણ નજીક છે. જેથી મગફળી વેચવા અથવા ચકાસણી કરાવવા આવતા ખેડૂતોની મગફળીમાં 8 ટકા કરતા વધુ ભેજનું પ્રમાણ જોવા મળે છે, જેથી ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવે છે તેવું ખેડુતોનું કહેવું છે. આ ઉપરાંત ખેડૂતો સરકાર પર તોલમાપમાં અચોક્કસાઇ અને ચકાસણી પ્રક્રિયામાં જાણી જોઈને વિલંબ કરવાના આરોપ લગવાઈ રહ્યા છે.ગીરસોમનાથના વેરાવળ એપીએમસી ખાતે ટેકાના ભાવે ખરીદાતી મગફળી બાબતે સ્થાનિક ખેડૂતોની ફરીયાદ એ છે કે, મગફળી યાર્ડમાં મગફળી લાવીએ છીએ પરંતુ અહી સુકવાને બદલે ઉલટો ભેજ લાગે છે, કારણ કે નજીક હીરણ નદી અને પાસે દરીયો છે. જેથી અહી ભેજ સુકાતો નથી તો ખરીદી પ્રક્રીયા અતી મંદ ગતીથી થતી હોય છે. જેના કારણે 8 ટકાથી વધુ ભેજના કારણે પાક રીઝેક્ટ કરવામાં આવે છે.ત્યારે પુરવઠા કલેક્ટર ભવનાબા ઝાલા જણાવે છે કે, મગફળી સુકવવા ભેજ ઓછો થાય જે માટે તંત્ર પુરતો સમય આપે છે સહકાર આપે છે અને દરેક ખેડૂતોની સરકારના ધારા ધોરણો મુજબ ખરીદી યોગ્ય રીતે થાય તેવા તમામ પગલાઓ લેવામાં આવે છે.તમામ પ્રક્રીયાની ટીમ સાથે વીડીયો ગ્રાફી પણ કરવામાં આવે છે.