રાજ્યમાં સારા વરસાદના કારણે સીંગતેલના ઉત્પાદનમાં વધારો થશેઃ સોમા પ્રમુખ - gujarat farmers news today
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ શહેરમાં સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસોસિએશનની બેઠક યોજાઇ હતી. તે દરમિયાન પ્રમુખ સમીર શાહ દ્વારા જણાવાયું હતું કે, ચાલુ વર્ષે ખૂબ જ સારો વરસાદ થયો છે. જેને કારણે આ વર્ષે ગુજરાતમાં 31 લાખ ટન જેટલી મગફળીનું ઉત્પાદન થવાનો અંદાજ છે. આ સાથે જ સીંગતેલનું પણ ઉત્પાદન વધશે. જો કે સીંગતેલના ભાવના વધ ઘટ અંગે તેઓએ કહેવાનું ટાળ્યું હતું. આગામી દિવસોમાં પામોલિન તેલની આયાત પર પ્રતિબંધ લાવવા માટેની પણ રજૂઆત સરકારમાં કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં થાય છે. જેને લઈને સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસોસિએશનની બેઠકને મહત્વની માનવામાં આવી રહી છે.