Gram Panchayat Election 2021:વાપી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાનમાં લોકોનો ઉત્સાહ - મતદાન મથક પર સવારથી મતદારોની ભીડ
🎬 Watch Now: Feature Video
વહેલી સવારથી જ દરેક ગ્રામ પંચાયતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પંચાયતના મતદાનનો ( Gram Panchayat Election 2021) પ્રારંભ થયો છે. મતદાન મથક પર આ વખતે બેલેટ પેપરથી મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે આજે સમગ્ર રાજ્યની સાથે વલસાડ જિલ્લાના વાપી તાલુકાની 23 ગ્રામ પંચાયતમાં (Gram Panchayat elections in Vapi) પણ સરપંચ અને સભ્યો માટે મતદાનનો પ્રારંભ થયો છે. મતદાન મથક પર વહેલી સવારથી જ મતદારોની ભીડ જોવા મળી હતી. હાલ શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. વલસાડ જિલ્લામાં કુલ 303 ગ્રામ પંચાયતમાં 815 સરપંચ અને 2150 વોર્ડ સભ્યો માટે 5200 જેટલા ઉમેદવારો મેદાનમાં છે.