Gram Panchayat Election Result 2021:લો બોલો સોજીત્રાના ધારાસભ્ય તારાપુરના બન્યા સરપંચ - સોજીત્રાના ધારાસભ્ય તારાપુરના સરપંચ બન્યા
🎬 Watch Now: Feature Video
ગ્રામ પંચાયતની ચૂંટણીના (Gram Panchayat Election Result 2021) પરિણામ એક બાદ એક જાહેર થઈ રહ્યા છે ત્યારે આણંદ જિલ્લાના તારાપુર ગામે સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય પૂનમ પરમાર દ્વારા સરપંચ પદ માટે નોંધાવેલી દાવેદારીમાં તેમની જીત થવા પામી છે, જેણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. સોજિત્રા અને તારાપુર તાલુકામાં ધારાસભ્ય તરીકેનું પદ શોભાવતા પુનમ પરમાર અગાઉ પણ તારાપુરના સરપંચ તરીકે ફરજ બજાવી ચૂકયા છે, હાલમાં ચાલી રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તેમણે દાવેદારી નોંધાવી હતી. જેમાં મતદારોના મત મેળવવા માટે પુનમ સફળ રહ્યા છે. પુનમ પરમારને 2448 મત મળ્યા હતા જેમાં 285 મતની લીડ સાથે તેઓ એ વિજય મેળવ્યો છે.