Gram Panchayat Election Result 2021: રાજપીપલા ખાતે 160 સરપંચોનું BJP દ્વારા સન્માન સમારોહનું આયોજન કરાયું હતું - કોંગ્રેસ બીટીપી
🎬 Watch Now: Feature Video
નર્મદા જિલ્લામાં 184 ગ્રામપંચાયતોની યોજાયેલી ચૂંટણીમાં (Gram Panchayat Election Result 2021) 167 જેટલી ગ્રામપંચાયતોના સરપંચ અને સભ્યોનું ભાજપે સન્માન કરવાના દાવા સાથે રાજપીપળા ખાતે સમ્માન સંમેલન યોજાયો છે. આ પ્રસંગે BJP સાંસદ મનસુખ વસાવાએ (BJP MP Mansukh Vasava) જણાવ્યું કે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત બાદ હવે ગ્રામપંચાયતમાં પણ કોંગ્રેસ બીટીપીનો (Congress BTP) સફાયો થયો છે. આગામી બંને વિધાનસભા સીટો જીતી ધારાસભ્યોને ગાંધીનગર મોકલીશુંનો સંકલ્પ લીધો હતો. રાજપીપળા સરપંચ મિલનએ સંભારંભમાં સાંસદ મનસુખ વસાવાને ખુલ્લો પડકાર ફેંકી ભરૂચ નર્મદામાંથી કોંગ્રેસ બીટીપીનો સફાયો થયો છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં (Assembly elections) છોટુભાઈ વસાવા, મહેશ વસાવાની થશે હાર ડેડીયાપાડા ઝઘડિયામાં જીતશે BJPનો ધારાસભ્ય કહી ખુલ્લી ચીમકી આપી હતી. આ સાથે મહિલા સરપંચની જગ્યાએ પતિ સરપંચની ખુરશી પર બેસી વહીવટ કરશે તો અમે ઉઠાડી મુકીશુ તેમ કહ્યું છે તેમજ અધિકારીઓ અને નેતાઓથી બચવાની નવા સરપંચોને સાંસદ મનસુખ વસાવાએ સૂચના આપી હતી.