નવસારીના વંકાલ ગામમાં થયો આચાર સંહિતાનો ભંગ, ઉમેદવારનો ફોટો અને ચિહ્નવાળો એરબલૂન હવામાં તરતો મુકાયો - ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી
🎬 Watch Now: Feature Video
નવસારી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનુ મતદાન વહેલી સવારથી શરૂ થઇ ગયું છે. ચીખલીના વંકાલ ગામે મતદાન દરમિયાન આચાર સંહિતાનો ભંગ થતો હોય એવી ઘટના પણ સામે આવી છે. અહીં ઉમેદવારનો ફોટો અને ચૂંટણી ચિન્હવાળો એર બલૂન મતદાન મથકથી 500 મીટરના અંતરે હવામાં તરતો મુકાયો હતો. જે બાબતે ચૂંટણી તંત્રમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. બે દિવસ અગાઉ પણ વંકાલમાં પૂર્વ સરપંચ અને વોર્ડનાં સભ્ય વચ્ચે માથાકૂટ થઇ હતી મોડી રાત્રે થયેલા વિવાદનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો અને સમગ્ર મુદ્દે ચીખલી પોલીસ મથકમાં લેખિત ફરિયાદ પણ આપવામાં આવી હતી ત્યારે આજે મતદાનના દિવસે ફરી વંકાલ ગામ ફરી ચર્ચામાં આવ્યું છે.