Gram Panchayat Election 2021: નર્મદામાં ગ્રામપંચાયતની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ - ગ્રામ પંચાયતોની ચૂંટણી
🎬 Watch Now: Feature Video
નર્મદા જિલ્લામાં ગામેગામ ચૂંટણી (Narmada Gram Panchayat Election 2021) પ્રચારમાં જોડાયેલા સરપંચ ઉમેદવારો અને સભ્ય ઉમેદવારોનો જાહેર પ્રચાર હવે શાંત થઇ ગયો છે અને આવતી કાલે 19 ડિસેમ્બરે 184 ગ્રામ પંચાયતોની ચૂંટણી (Gram Panchayat Election 2021 ) યોજાશે, જિલ્લામાં 535 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે જેમાં 98 સંવેદનશીલ, 12 અતિ સંવેદનશીલ મતદાન મથકો પર 1500થી વધુ પોલીસ જવાનોની વોચ ગોઠવી દીધી છે. નર્મદા વહીવટી તંત્ર પણ બેલેટ પેપરથી મતદાન કરવા 879 સરપંચ સહીત વોર્ડ સભ્યો માટે 3.40 લાખ મત પત્રકો છાપવામાં આવ્યા છે. ચૂંટણી માટે તંત્ર સજ્જ (Gram Panchayat Election 2021 Arrangement) છે અને સૌથી વધુ મતદાન થાય એ માટે પણ તંત્ર જાગૃતિ અભિયાન કરી રહ્યા છે. જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી કુલ ગ્રામ પંચાયત 184ની ચૂંટણી જાહેર થઇ છે, જેમાં સમરસ 5 ગ્રામ પંચાયત થતાં 184 ગ્રામ પંચાયત માટે રવિવારે મતદાન થશે. ચૂંટણીમાં 1,69,440 પુરુષ મતદારો છે ત્યારે 1,64,574 મહિલા મતદારો છે. કુલ 3,45,826 મતદારો નોંધાયેલા છે.