ગોંડલની ગોંડલી નદીમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો - મહીલાનો મૃતદેહ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ ગોંડલ શહેરનાં બાલાઆશ્રમના પાછળના ભાગે આવેલી ગોંડલી નદીમાંથી અજાણી મહીલાનો મૃતદેહ મળી આવતાં ગોંડલ સીટી પોલીસે મૃતદેહને પીએમ. માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો. મહીલા પાસેથી રાજકોટ-ગોંડલની બસની ટીકીટ મળી આવતા સીટી પોલીસે તપાસ હાથ ધરી છે. અજાણી મહિલાએ લાલ-લીલી બાંધણી ડિઝાઇનની સાડી, ગળામાં કંઠી તેમજ લાલ બંગળી પહેરી છે.