ETV Bharat / international

PM મોદીને મળ્યું કુવૈતનું સર્વોચ્ચ સન્માન, અગાઉ 'ગાર્ડ ઓફ ઓનર' થી થયુ હતુ સ્વાગત - PM MODI KUWAIT VISIT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કુવૈતના સર્વોચ્ચ સન્માન 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી નવાજવામાં આવ્યા છે.

PM મોદીને મળ્યું કુવૈતનું સર્વોચ્ચ સન્માન
PM મોદીને મળ્યું કુવૈતનું સર્વોચ્ચ સન્માન (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 23, 2024, 9:28 AM IST

કુવૈત સિટી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રવિવારના રોજ કુવૈતના સર્વોચ્ચ સન્માન 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી નવાજવામાં આવ્યા હતા. કોઈપણ દેશ દ્વારા તેમને આપવામાં આવેલ આ 20મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' કુવૈતનો નાઈટહુડ ઓર્ડર છે. ગયા મહિને વડાપ્રધાન મોદીને ગુયાનાના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર 'ધ ઓર્ડર ઓફ એક્સેલન્સ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

PM મોદીને મળ્યું કુવૈતનું સર્વોચ્ચ સન્માન : કુવૈતનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થવા પર પીએમ મોદીએ કહ્યું કે, કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ સબા દ્વારા મુબારક અલ-કબીર ઓર્ડરથી સન્માનિત થવું એ સન્માનની વાત છે. હું આ સન્માન ભારતના લોકોને અને ભારત અને કુવૈત વચ્ચેની મજબૂત મિત્રતાને સમર્પિત કરું છું.

'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' : અગાઉ આ સન્માન બિલ ક્લિન્ટન, પ્રિન્સ ચાર્લ્સ અને જ્યોર્જ બુશ જેવા વિદેશી નેતાઓને આપવામાં આવ્યું છે. આ સન્માન રાજ્યના વડા, વિદેશી સાર્વભૌમ અને વિદેશી શાહી પરિવારના સભ્યોને મિત્રતાના પ્રતીક તરીકે આપવામાં આવે છે.

'ગાર્ડ ઓફ ઓનર'થી થયુ વડાપ્રધાન મોદીનું સ્વાગત

આ પહેલા પીએમ મોદીનું કુવૈત પહોંચતા જ ભવ્ય ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કુવૈતના બાયાન પેલેસ ખાતે તેમને ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સમારોહ દરમિયાન કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ સબાહ પણ હાજર હતા.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ X પર મીટિંગની વિગતો શેર કરતા કહ્યું, "ઐતિહાસિક મુલાકાત પર વિશેષ સ્વાગત! વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતના બાયાન પેલેસ પહોંચ્યા, જ્યાં ઔપચારિક સ્વાગત અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. કુવૈતના વડાપ્રધાન મહામહિમ શેખ અહમદ અબ્દુલ્લા અલ-અહમદ અલ-સબાહ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહામહિમ અમીર, ક્રાઉન પ્રિન્સ અને કુવૈતના વડા પ્રધાન સાથે વિગતવાર વાતચીત ચાલુ રહેશે."

  1. ભારતીય માનવશક્તિ, કૌશલ્ય 'ન્યૂ કુવૈત'ના નિર્માણમાં મદદ કરશે: PM મોદી
  2. કુવૈતની મુલાકાતે PM મોદી: રામાયણ-મહાભારતના અરબી અનુવાદકને મળ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.