ગોંડલ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પડતર પ્રશ્નો અંગે ધરણા - Gondal Taluka Primary Education Association
🎬 Watch Now: Feature Video
ગોંડલ: તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો અંગે ધરણા કરવામાં આવ્યા. ગોંડલના કોલેજ ચોક ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના શિક્ષકો દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ ન થતા ધરણા કરવામાં આવ્યા હતા. જેમાં માંગ કરાઈ હતી કે, જૂની પેન્શન યોજના તાત્કાલિક ચાલુ કરવી, સાતમા પગાર પંચમાં રહેલી વિસંગતતા ઓને દૂર કરવી, દેશમાં બધા જ રાજ્યોના ફિક્સ પગાર શિક્ષકો વિદ્યા સહાયક શિક્ષકોને 31 માર્ચ 2021 પહેલા એકસરખું વેતન આપવું, જેવી ઉપરોક્ત ધરણાના કાર્યક્રમમાં 400 થી પણ વધુ શિક્ષકો જોડાયા હતા અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. આ ધરણા વિરોધ કાર્યક્રમથી શાળાઓના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બગડે નહીં તે માટે ધરણાનો કાર્યક્રમ શનિવાર બપોરે 12 વાગ્યા પછી રાખવામાં આવ્યું હોવાનું ગોંડલ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ જયપાલસિંહ જાડેજા તથા મહામંત્રી પ્રવિણભાઈ પારખીયા જણાવ્યું હતું.