ગોંડલ નગરપાલિકાનું જનસેવા કેન્દ્ર ભાજપ કાર્યાલય બન્યું હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસનો વિરોધ - Gondal Congress Protest Against Bjp
🎬 Watch Now: Feature Video
ગોંડલઃ નગરપાલિકાના જનસેવા કેન્દ્ર ભાજપની કાર્યાલય બન્યું હોવાના આક્ષેપો સાથે ગોંડલ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા યતિશ દેસાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ બીટુભાઈ અને અન્ય કોગ્રેસના હોદેદારો સહિતના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. શહેરના જેલ ચોક વિસ્તારમાં આવેલા નગરપાલિકા જનસેવા કેન્દ્રમાં ભાજપના કાર્યકરોએ ભાજપનો ઝંડો લગાવી દીધો હોવાથી કોંગ્રેસના હોદ્દેદારો જિલ્લા કલેક્ટર સહિતનાઓને રજૂઆત કરીને વિરોધ કરવામાં આવતા નગરપાલિકા ચિફઓફિસર સહિતના લોકો ઘટના સ્થળે દોડી જઈને જનસેવા કેન્દ્રમાં લગાવેલ ભાજપના ઝંડાઓ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ જનસેવા કેન્દ્રના સંચાલકો કેન્દ્ર બંધ કરીને પલાયન થઈ જવા પામ્યા હતાં.