ખેડા: વડતાલ ધામમાં વચનામૃત મહોત્સવમાં સુવર્ણતુલા યોજાઈ - Kheda Vadtal Dham
🎬 Watch Now: Feature Video
ખેડા: વડતાલ ધામમાં ભગવાન શ્રીહરિની પરાવાણી વચનામૃતનો દ્વિશતાબ્દી મહોત્સવ ખુબ જ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો હતો. સોમવારે વચનામૃત મહોત્સવની પૂર્વ સંધ્યાએ વચનામૃત સુવર્ણતુલા આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા સદગુરૂ સંતોની નિશ્રામાં યોજાઇ હતી. વચનામૃત સુવર્ણતુલામાં 2 કિલો સોનું ભક્તો દ્વારા ભેટ કરવામાં આવ્યું હતું. સુવર્ણતુલામાં દાન આપનાર સર્વે હરિભક્તોનું સંતો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સુવર્ણનો વડતાલમાં બનનાર મ્યુઝિયમમાં ઉપયોગ કરવામાં આવનાર હોવાનું શુકદેવ સ્વામીએ જણાવ્યું હતું.