ગોધરા ST ડિવિઝનની બસો આજથી શરૂ - loakdown effect in panchmahal
🎬 Watch Now: Feature Video
પંચમહાલઃ ગુજરાત એસ.ટી વિભાગના પંચમહાલ ડિવિઝન દ્વારા એસ.ટી બસોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. પંચમહાલ ડિવિઝનના ગોધરા ડેપો ખાતેથી જિલ્લાના આંતરિક 75 રુટ પર બસ સેવા પુનઃ કાર્યરત કરવામાં આવી છે. જેમાં સાવચેતીના ભાગરૂપે સેનેટાઈઝર તેમજ થર્મલ ગનથી પ્રવાસીઓનું સ્ક્રીનીંગ કર્યા બાદ જ બસ મથકમાં પ્રવેશ આપવામાં આવે છે. બસમાં મુસાફરી માટે ઓનલાઈન ટીકીટ બુકીંગનો આગ્રહ રખાયો છે. તેમાં છતા અનુકૂળતા ન રહે તે માટે કાઉન્ટર બુકીંગની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.