ગોધરા નર્સિંગ કૉલેજને કોવિડ વૉર્ડ બનાવામાં આવ્યો - ગોધકા નર્સિંગ કોલેજ
🎬 Watch Now: Feature Video
પંચમહાલ: ગોધરા નર્સિંગ કૉલેજ ખાતે ધારાસભ્ય સી.કે. રાઉલ દ્વારા 150 બેડની સુવિધા ધરાવતા કોવિડ વોર્ડને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ અંગે કલેક્ટરે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં આ વોર્ડમાં વધુ 100 બેડનો ઉમેરો કરી કુલ ક્ષમતા 250 બેડની કરવામાં આવશે. આ ઉપરાંત આગામી 2 દિવસમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ઓક્સિજન પાઇપની સુવિધા પણ કાર્યરત કરી દેવામાં આવશે. આ વોર્ડમાં કોરોનાના હળવા લક્ષણ ધરાવતા દર્દીઓને સારવાર કરવામાં આવશે. આ સાથે જ હાલની સ્થિતિએ ગોધરા ખાતે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે કુલ 250 અને તાજપુરા ખાતે અન્ય 265 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવી છે.