પડતર માંગણીઓ સ્વિકારવા GMERS દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર - district collector
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: તબીબ શિક્ષકોના વિવિધ પ્રશ્નો અંગે GMERSએ સરકાર સમક્ષ 150થી વધુ રજૂઆત કરી હતી. ત્યારબાદ 5 વર્ષ સુધી સરકાર તરફથી કોઈ પ્રકારની પ્રતિક્રિયા મળી ન હતી. જેને લઈને ગુજરાત મેડીકલ ટીચર્સ એસોસિએશન અને GMERSએ વિવિધ માંગણીઓને લઈને ઈન્કમટેક્ષ ચાર રસ્તાથી કલેક્ટર ઓફીસ સુધી રેલી યોજી હતી. આ રેલીમાં 500થી વધુ ડૉક્ટર જોડાયા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં તબીબોએ માંગણી કરી હતી કે, 2004 અને 2010 બાદ નિમણુક કરેલા GEMRSના તબીબો પૈકી 115 તબીબોને કાયમી કરાયા નથી, તો તેમને કાયમી કરવામાં આવે. તેમજ સાતમાં પગાર પંચનો લાભ તબીબોને આપવામાં આવે.
Last Updated : Jul 20, 2019, 7:48 PM IST