ગીર સોમનાથઃ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી કોરોનાગ્રસ્ત યુવતીનું મૃત્યુ થતા તેના પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી
🎬 Watch Now: Feature Video
ગીર સોમનાથઃ જિલ્લા કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલી કોરોનાગ્રસ્ત યુવતીનું મૃત્યુ થતા તેના પરિવારજનોએ હોસ્પિટલમાં કોવિડ હેલ્પ ડેસ્ક પર તોડફોડ કરી હતી, ત્યારે સ્ટાફ અને હોસ્પિટલમાં સેવા આપી રહેલા ખાનગી તબીબ સાથે મારામારી અને તોડફોડ કરતા ડોકટરોમા રોષ વ્યાપ્યો હતો. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોકટરો હોસ્પિટલે પહોચ્યા હતા અને પોલીસ સમક્ષ અપરાધિઓની તાત્કાલિક ધરપકડની માગ કરી હતી.