મોરબીમાં નવનિર્મિત ગાયત્રી ચેતના કેન્દ્રમાં સંસ્કાર સભા યોજાઈ
🎬 Watch Now: Feature Video
મોરબીઃ ગાયત્રી પરિવાર દ્વારા મોરબી ખાતે નવનિર્મિત ગાયત્રી ચેતના કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે બાળકોને સંસ્કાર આપવા માટે સંસ્કાર સભા યોજાઈ હતી. જેમાં શાંતિકુંજ હરિદ્વારથી પધારેલા વક્તાઓ વિરેશ્વર ઉપાધ્યાય અને દીનાબેન ત્રિવેદીએ માર્ગદર્શન આપ્યું હતું, ગાયત્રી પરિવારના ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા સમાજ, વ્યક્તિ અને પરિવાર નિર્માણ માટે કાર્ય કરે છે, જેમાં આધ્યાત્મિકતા થકી વ્યક્તિ વિકાસ અને પરિવારમાં કલહ દૂર કરી તેમજ બાળકોને સંસ્કાર આપી ઋષિ મુનિઓની સંસ્કાર પરંપરા જે લુપ્ત થઇ રહી છે. તેને પુનઃ જાગૃત કરવા સંસ્થા કાર્યરત હોવાનું હરિદ્વારથી પધારેલા વક્તા દીનાબેન ત્રિવેદીએ જણાવ્યું હતું.