કોરોના કાળમાં ગૌશાળા અને પાંજરાપોળની હાલત કફોડી, સંચાલકો આક્રમક મૂડમાં - banaskantha news
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા: કોરોના કાળમાં ગૌશાળા અને પાંજરાપોળની હાલત કફોડી છે. તેમના દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી પરંતુ સરકારે કોઇ સહાય કરી નથી. લાખણી તાલુકાની ગૌશાળાના સંચાલકો દ્વારા ગાયોને સરકારી કચેરીઓ આગળ છૂટી મૂકવાના ઉદ્દેશ સાથે લાખણી મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ બાબતે ટ્રસ્ટીઓ અને સંચાલકો દ્વારા સરકારને વારંવાર રજૂઆતો કરવા છતાં રજૂઆતોને ધ્યાનમાં લેવામાં ન આવતા લાખણી તાલુકાની 14 જેટલી ગૌશાળાના સંચાલકો દ્વારા લાખણી મામલતદાર ઓફિસે આવેદન પત્ર આપતા જણાવ્યું હતું કે, અમારાથી ગૌશાળાની ગાયોના નિભાવ માટે અમારી પાસે કોઈ રસ્તો છે નથી, જેથી અમે ટુંક સમયમાં સરકારી કચેરીઓ આગળ ગૌશાળાની ગાયો છૂટી મૂકવા માટે સરકારનું ધ્યાન દોરવા માટે આવ્યા છીએ અને આગામી સમયમાં જે પરિસ્થિતિ સર્જાશે. તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.