મા અંબાના ચાચર ચોકમાં ગરબાનું શૂટિંગ કરવામાં આવ્યું - Ambaji
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા : ગુજરાત ભરમાં ગરબા ભલે બંધ હોય પણ ત્રીજા નોરતે શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોકમાં ગરબાની રમઝટ જોવા મળી હતી. ટુરિઝમ વિભાગ દ્વારા એક ડોક્યુમેન્ટરી ફિલ્મને લઈ મા અંબાના ચાચર ચોકમાં ગરબાનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. હાલ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને કોવિડ ગાઇડલાઇન સાથે રાત્રીના 11 કલાક સુધી દર્શન કરવાની મંજૂરી આપવામાં આવી છે. હાલ દુર્ગાષ્ટમીના દિવસ યોજાનારા હોમહવનની તૈયારી ચાલી રહી છે. જે દાંતા સ્ટેટના રાજવી પરિવારના યજમાન સ્થાને થાય છે, જેમાં રાજવી પરિવારના 15 સભ્યો ભાગ લેશે.