વડોદરામાં ગરબા ગ્રાઉન્ડ પર વરસાદી પાણી ભરાતા ખૈલૈયાઓ નિરાશ - Vadodara news
🎬 Watch Now: Feature Video
વડોદરા: સમગ્ર ગુજરાતમાં ભાદરવા ભરપુર બાદ નવરાત્રીમાં પણ મેઘરાજા સતત વરસી રહ્યા છે, ત્યારે સમગ્ર રાજ્યમાં ગરબા પ્રેમી અને ગરબા આયોજકોમાં ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે. જેની આતુરતાથી યુવા વર્ગ ગરબે ઘુમવાની રાહ જોતો હોય છે. તે ખૈલૈયાઓ હાલ નિરાશ જોવા મળી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં વરસાદ વિરામ લેવાનું નામ જ નથી લઈ રહ્યો, ત્યારે રવિવારથી માઁ આદ્યશક્તિની ઉપાસનાનો પર્વ નવરાત્રીની શરૂઆત થઈ છે. પરંતુ, સાથે સાથે મેઘરાજા પણ જાણે આ પર્વને મનાવવા માટે આતુર હોય તેમ વરસી રહ્યા છે. શહેરમાં યોજાતા મોટા ગરબાથી લઈને સોસાયટીઓમાં યોજાતા ગરબાને વરસાદને પગલે ઘણી મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરા શહેરમાં સતત વરસાદને પગલે શેરી અને કોમન પ્લોટમાં યોજાતા ગરબાઓ મોકૂફ રાખવાની ફરજ પડી છે. સતત વરસાદને પગલે ગરબામાં ગ્રાઉન્ડમાં હાલ કાદવ અને વરસાદી પાણી જોવા મળી રહ્યા છે.