ગુજરાતમાં દીપડાની દહેશત, રાજ્યમાં છે 1400થી વધુ દીપડા - latest news of narmada
🎬 Watch Now: Feature Video
નર્મદાઃ રાજ્ય વનપ્રધાન ગણપત વસાવા આજે નર્મદા જિલ્લાની મુલાકાતે હતા. જેમાં તેમણે એવન વિભાગના અધિકારીઓ સાથે વિકાસ પામતા પ્રકલ્પોની મુલાકાત લીધી હતી. તે દરમિયાન ગુજરાતમાં વધતી દીપડાની દહેશત અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં દીપડાની દહેશત વધી રહી છે. ગુજરાતમાં 1400થી વધુ દીપડાઓ છે. પરીણામે માનવભક્ષી દીપડાની દહેશત વધી છે. જેથી વન વિભાગ દ્વારા દીપડાને ઠાર મારવાની સૂચના આપવામાં આવી છે.