મહીસાગર જિલ્લામાં વિધ્નહર્તાને વાજતે-ગાજતે અપાઈ વિદાય - gujarati news
🎬 Watch Now: Feature Video
મહીસાગરઃ "ગણપત્તિ બાપ્પા મોરિયા આગલે બરસ તું જલ્દી આના" ના જયઘોષ સાથે લુણાવાડા, બાલાસિનોર, સંતરામપુર, વીરપુર તાલુકાના અનેક સ્થળો ખાતે શ્રીજીની પ્રતિમાને વિદાય આપવામાં આવી હતી. જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં વિસર્જન યાત્રાઓ નીકળી હતી અને મહીસાગર નદીમાં ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું. શાંતિ પુર્ણ મહોલમાં સાંજના સમયે વિદાય યાત્રા નદી અને તળાવે પહોંચી વિસર્જન કર્યું હતું. બાલાસિનોરમાં નાની 168 અને મોટી 70 ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં ગણેશજીની અંદાજિત 1500 જેટલી પ્રતિમાઓની પુજા અર્ચના કરી વિસર્જન કરવામાં આવ્યું હતું.